પ્રોજેક્ટ્સ

ગૌ-અભ્યારણ્ય​

ગોપાલન એ ફક્ત આર્થિક પ્રવૃત્તિ જ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને નિષ્ઠાનું એક પ્રતિક છે. ગોપાલન અને ગૌરક્ષાની કામગીરી પ્રત્યેક કુટુંબમાં થવી જરૂરી છે. રાજ્યમાં દરેક કુટુંબ ગોપાલન પ્રવૃતિ સાથે સંકળાયેલ હોવું જોઇએ કારણકે ગોપાલન આપણા સમાજમાં આતિથ્ય અને શિસ્તનો માપદંડ છે. ગોપાલન યુવા વર્ગમાં ભારતીય મૂલ્યો અને ધાર્મિકતાને પ્રસ્થાપિત કરે છે.

એનિમલ હોસ્ટેલ

એનીમલ હોસ્ટેલની પરિકલ્પના મુળત: નિર્મળ ગુજરાત કાર્યક્રમમાંથી ઉદભવેલ છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની એક મહેચ્છા હતી કે, ગામના તમામ દૂધાળા પશુઓને એક જ જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે તમામ માળખાકિય સુવિધાઓ સાથે રાખવામાં આવે.જેનાથી પશુઓના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ થાય અને ગામડુ નિર્મળ બને. માનનીય વડાપ્રધાનશ્રીની આ પરિકલ્પના એનીમલ હોસ્ટેલના સ્વરૂપે ચરિતાર્થ કરવામાં આવેલ છે.

આર​.એફ.આઇ.ડી.

સરકાર્શ્રીએ રાજયની ગૌશાળાઓ અને પાંજરાપોળોના જાનવરોની રેડિઓ ફ્રીક્વન્સી ઈલેક્ટ્રોનિક ડીવાઈસ સીસ્ટમ દ્વારા રેકર્ડ આધારિત માહિતી તૈયાર કરવાની યોજના મંજુર કરેલ છે. આ યોજનાનું અમલીકરણ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવાનું થાય છે.

રાષ્ટ્રીય ગોકુળ મિશન​

ધંધાકીય ફાર્મ વ્યવસ્થા અને ગુણવત્તાયુકત આહારથી દેશની સ્થાનિક ઓલાદની ગાયોની ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કરવો આજની તાતી જરૂરીયાત છે. જે માટે સ્થાનિક ઓલાદની જાળવણી અને વિકાસ જેવી બાબતોને પ્રાથમિકતા આપી વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.રાષ્ટ્રીય ગોકુલ મીશનના મુખ્ય હેતું ઘનિષ્ઠ અને વૈજ્ઞાનિક ધોરણે સ્થાનિક ઓલાદોની જાળવણી અને વિકાસ કરવાનો છે.

Go to Navigation