બોર્ડ વિષેના અનુભવો

"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર, રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોના વિકાસ માટે પ્રાણવાયુ સમાન છે. બોર્ડ તરફથી ગૌશાળાઓ અને પાંજરાપોળોને ગૌવંશના રહેઠાણ (કેટલ શેડ), ઘાસ ગોડાઉન, પાણીના હવાડા, કમ્પાન્ડ વોલના બાંધકામ અને સમારકામ માટે જે નાણાંકીય સહાય પૂરી પડાય છે, તે ગૌવંશની તંદુરસ્તી અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ છે."

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ, ટેટોડા, તા. ડીસા જી. બનાસકાંઠા.

"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર રાજ્યની ગૌશાળાઓના સુચારુ સંચાલન માટે એક આદર્શ માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ અધિવેશન આયોજીત કરવામાં આવે છે. જેમાં ગૌશાળાઓના સંચાલન, ગૌવંશના સ્વાસ્થ્ય, સંવર્ધન અને ગૌરક્ષણ જેવી બાબતોના અનુભવીઓ અને તજજ્ઞો દ્વારા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો, કર્મચારીઓને જે માહિતી પૂરી પાડવામાં આવે છે. તે ખરેખર પ્રશંસનીય છે."

શ્રી મહાન તપસ્વી રઘુવીર ગૌશાળા ટ્ર્સ્ટ, સીસોદરા, તા. નાંદોદ, જી. નર્મદા.

"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર, દ્વારા પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગૌવંશના પશુઓના માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે નાણાંકીય સંકડામણ અનુભવતી સંસ્થાઓ માટે ખૂબજ રાહત રૂપ છે. તદ્દઉપરાંત ગૌશાળા ખાતેના ગીર અને કાંકરેજ ઓલાદના ઉચ્ચ ગુણવત્તાવાળા વાછરડા/વાછરડીઓના સંતુલિત ઉછેર માટે નિભાવ સહાય પેટે ત્રણ વર્ષ સુધી નાણાંકીય સહાય આપવામાં આવે છે જે ગૌશાળાઓ માટે ગાયોની શુધ્ધ ઓલાદની જાળવણીની કામગીરી માટે પ્રોત્સાહન રૂપે ઉદ્દીપકની ગરજ સારે છે."

શ્રીમતી માણેકબા વિનય વિહાર ગૌશાળા, અડાલજ, જી. ગાંધીનગર.

"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગૌચર સુધારણા યોજના અંતર્ગત રાજ્યનાં ગામડાઓના અને ગૌશાળા - પાંજરાપોળો ના ગૌચરોને નવસાધ્ય કરી ઘાસચારા ઉત્પાદન માટે જે નાણાંકીય સહાય આપવામાં આવે છે અને ગૌશાળા – પાંજરાપોળો ખાતે નિભાવાતા પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તે માટે સુધારેલી જાતોના ઘાસચારાના વિવિધ પાકોના બીયારણ સંસ્થા ખાતે વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. જે થકી ગૌશાળા પાંજરાપોળોના પશુઓના આહારમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેતાં, પશુઓની તંદુરસ્તી અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો અને વધારો થયેલ છે. જે થકી આડકતરી રીતે સંસ્થાઓની નાણાંકીય સ્થિતિમાં સુધારો થયેલ છે જે બદલ બોર્ડનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે."

શ્રી ધ્રાંગધ્રા પાંજરાપોળ, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર.
Go to Navigation