એનિમલ હોસ્ટેલ​

પ્રસ્તાવના

એનીમલ હોસ્ટેલની પરિકલ્પના મુળત: નિર્મળ ગુજરાત કાર્યક્રમમાંથી ઉદભવેલ છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની એક મહેચ્છા હતી કે, ગામના તમામ દૂધાળા પશુઓને એક જ જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે તમામ માળખાકિય સુવિધાઓ સાથે રાખવામાં આવે.જેનાથી પશુઓના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ થાય અને ગામડુ નિર્મળ બને. માનનીય વડાપ્રધાનશ્રીની આ પરિકલ્પના એનીમલ હોસ્ટેલના સ્વરૂપે ચરિતાર્થ કરવામાં આવેલ છે.

એનીમલ હોસ્ટેલમાં ગામના તમામ પશુઓને એક નિશ્ચિત જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે રાખવાની વ્યવસ્થા છે. જેમાં તેમના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ તથા સહકારી ધોરણે પશુપાલન વ્યવસ્થાપન કરવાની તમામ સુવિધાઓ સરકારી સહાય અને લોકભાગીદારી થકી ઉભી કરવાની થાય છે.

આ એનીમલ હોસ્ટેલમાં ગામનો કોઇપણ પશુપાલક કોઇપણ જાતના સામજીક કે આર્થિક ભેદભાવ વગર પોતાનું પશુ રાખી શકે છે. એનીમલ હોસ્ટેલની વ્યવસ્થા થકી ગામડાની સ્વચ્છતામાં વધારો થશે તેમજ સામાજીક અને આર્થિક સશક્તિકરણ થતાં ગ્રામ સ્વરાજની પરિકલ્પના ચરિતાર્થ થશે. એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવતાં તમામ પશુઓના છાણ અને મૂત્રમાંથી અનુક્રમે ગોબર ગેસ, સેન્દ્રિય ખાતર અને જંતુ નાશક દવાઓ તૈયાર કરવામાં આવશે, જે થકી સહકારી ધોરણે પશુપાલન ક્ષેત્રે એક ક્રાન્તિકારી પહેલ થશે અને કલાઇમેટ ચેન્જ સંબંધિત આડ અસરો પ્રમાણમાં ઓછી થશે.

ઉદ્દેશ

એનીમલ હોસ્ટેલના મુખ્ય ઉદેશો નીચે મુજબના છે:

  • ગામના તમામ પશુઓ એકજ સ્થળે રાખવાથી અને તેમના છાણ-મૂત્રનો વ્યવસ્થિત નિકાલ થવાથી ગામની સ્વચ્છતામાં વધારો થાય છે.
  • ગામની સ્વચ્છતામાં વધારો થાવાથી ગામના લોકોના સ્વાસ્થ્યમાં અને માનવ વિકાસ માનકમાં પણ સુધારો થાય છે.
  • પશુઓના છાણ-મૂત્રથી ગોબર ગેસ અને વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે જેનાથી ગામલોકોને નિર્ધુમ બળતણ અને વિજળી મળશે.
  • બાયોગેસ પ્લાન્ટ અને વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ થકી જૈવિક ખાતરનું ઉત્પાદન થશે અને જૈવિક ખેતીને ઉત્તેજના મળશે.
  • બાયોગેસ પ્લાન્ટ થકી પશુઓ દ્વ્રારા વાતાવરણમાં ઉત્પાદન્ન થતો મિથેન વાયુ અટકાવી શકાશે અને પરંપરાગત વીજળી ઉત્પાદન દ્વ્રારા પેદા થતા ગ્રીન હાઉસ ગેસમાં પણ ઘટાડો થશે.
  • ગામના તમામ પશુઓ એક જ સ્થળે રાખવાથી પશુઓની સારસંભાળ ,સારવાર, રસીકરણ,કૃત્રિમ બીજદાન, દૂધ એકત્રીકરણ,ઘાસચારા ઉત્પાદન એકજ સંકુલમાં થઇ શકશે જેનાથી વધુ સારૂ વ્યવસ્થાપન થશે અને નાણાંકીય બચત પણ થશે.
  • ગૌ મૂત્રમાંથી તૈયાર કરવામાં આવેલ ‘ પંચ ગવ્ય ’ દવાઓ જે એલોપેથી,આયુર્વેદિક કે હોમીયોપેથી દવાઓ કરતા પ્રમાણમાં સસ્તી અને વધારે અસરકારક હોઇ,ગામના લોકોને સસ્તી અને વધારે સારી સારવાર મળી શકશે.
Go to Navigation