Close
Swachhta Hi Sewa Maha Abhiyaan

પરિચય

"ચલો ગાય કી ઔર... ચલો ગાંવ કી ઔર... ચલો પ્રકૃતિ કી ઔર..." ની ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ભૌતિક સુવિધાઓથી સભર, સુખી, સંપન્‍ન, સમૃદ્ધ ગુજરાતને સુશિક્ષિત, સુરક્ષિત, સ્‍વસ્‍થ સ્‍વાવલંબી, સમરસ અને સંસ્‍કારી સમાજ વ્‍યવસ્‍થા યુક્ત ‘રામરાજ્ય’ બનવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ત્યારે, ગૌ આધારિત સમાજ વ્‍યવસ્‍થાના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.

"ગૌસંવર્ધનમ્‌... રાષ્‍ટ્ર વર્ધનમ્‌" ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્‍યાત્‍મિક ઉત્‍કર્ષ દ્વારા શ્રેષ્‍ઠ રાષ્‍ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્‍યમથી કાર્યાન્‍વિત થઇ રહી છે. ભારત ઋષિ, કૃષિ અને ગૌ સંસ્‍કૃતિનો દેશ છે. ગૌસંસ્‍કૃતિના રાષ્‍ટ્રમાં ગૌમહાત્મ્ય અનેકગણું છે. ગાય માનવજીવનનું એક અવિભાજ્ય અંગ છે. ગાય ઘર અને કુટુંબની શોભા છે. ગાય વિશ્વમાતા છે. ગાય સર્વસુખ પ્રદાન કરનારી છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાય હરતું-ફરતું દેવાલય છે.

વધુ જાણો
Go to Navigation